STORYMIRROR

Tirth Soni "Bandgi"

Thriller

3  

Tirth Soni "Bandgi"

Thriller

અમૃત વેડફતું' તું

અમૃત વેડફતું' તું

1 min
164

એકાંત શીળી અંધારી રાતમાં કોઈ ડૂસકાં ભરી રડતું' તું,

આંખોથી વહેતી ધાર અવિરત અમૃતને વેડફતું' તું.


પડેલ શબ મલયજ લિપ્ત મસ્તિષ્કને ઘડીઘડી ચૂમતું' તું,

એના હૈયાફાટ રુદનથી ઘરનું ફળ્યું પણ ફફડતું' તું.


એ મા નું હૃદય હતું, જે શબને સજીવન કરવા કગરતું' તું,

બાળક નાનું નાસમજ હાથ નિશ્ચેતન વારંવાર પકડતું' તું.


આ દ્રશ્ય નિહાળી આંખોથી મુજ હૈયું પણ લથડતું' તું,

એ બિચારા બંનેની દશાના વિચાર માત્રથી ડરતું' તું.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller