અમૃત ભરી રહે
અમૃત ભરી રહે
ચોકલેટ છે મીઠી, સર્વને સ્નેહે જોડી દેતી,
સંબંધ મીઠાશની બારી ખોલે તાળી લેતી,
દાઢે વળગી વાગોળે મધુને, જગમાં ભરે,
પ્રિયા, પુત્રી, પુત્ર સૌને ઉલ્લાસે કરે ભેગી,
મિત્રો ભેળાં થાતાં અમી માણવા મિલન સંગે,
મુખમંડળે તેજ વ્યાપે, વ્યથા દૂરે ઠેલી,
અજાણ હૈયે ગોળ જેવી મિષ્ટ માધુરી થાયે,
ઓળઘોળ પહેચાન સર્વમાં વસે કેવી,
પ્યારી ચાહત બાળકોની, મુઠ્ઠીમાં રહે સદા,
દાંત બગાડેય, પ્રાણપ્યારી હાથે રહેતી,
ભાષા મીઠાશની સદા તો સૌ જનને શીખવે,
બાંધી રાખે એક દોરથી, જગ આખે એથી,
અમૃતભરી રહે જગ આખાને, વિષ કાપી,
સૌ આનંદે મ્હાલે, જીવન પડાવોને જીતી.
