અમને ગમશે
અમને ગમશે
અમારા થોડાઘણા વખાણ કરશો તો પણ અમને ગમશે,
પછી બધા વચ્ચે બેઇજ્જત કરો તો પણ અમને ગમશે,
મળો ક્યારેક અધવચ્ચે તો વાત કરવી પણ અમને ગમશે,
હળવેહળવે હૈયાને તરછોડો તો પણ અમને ગમશે,
ઊભો છું આપના ઘરઆંગણે તો બાર એવો તો અમને ગમશે,
સામે આવી મારશો મુખે ઝાપટ તો પણ અમને ગમશે,
આંસુ તમને જોઈ ઉભરાઈને છલકાઈ જાય તો પણ અમને ગમશે,
અમારા રડવાની વાત પર તમે હસો તો પણ અમને ગમશે,
ભર બજારે તમે અમને જલીલ કરશો તો પણ અમને ગમશે,
પછી એકાંતમાં આલિંગન આપો તો પણ અમને ગમશે,
સામે આવી અમારી નજર સમક્ષ નિકળશો તમે તો પણ અમને ગમશે,
તમે અમને નહિ પરંતુ અમારી ભૂલને માફી આપશો તો પણ અમને ગમશે.

