STORYMIRROR

Jashubhai Patel

Children Others

3  

Jashubhai Patel

Children Others

'અમે તો નાના બાળ'-બાળગીત

'અમે તો નાના બાળ'-બાળગીત

1 min
14.6K


અમે તો નાના નાના બાળ

અમે તો છૈયે બાળ ગોપાળ

નાચીએ,કૂદીએ ને કરીએ ધમાલ

અમે તો નાના નાના બાળ

કૂમળો તડકો અમને ગમતો

સુરજનો કોમળ કર જ્યારે અમ પર ફરતો

અમ પર વરસાવતો સદા દાદાનું વહાલ

અમે તો..

તોફાન કરશું, મસ્તી કરશું ,

ધાંધલ ધમાલ ને ધીંગા મસ્તી પણ કરશું

પૂછશો ના કોઇ એક પણ સવાલ

અમે તો...

ખાણી પીણીમાં વ્યસ્ત રહીશું

વીડીયો ગેમ રમશું ને મસ્ત રહીશું

બોલો બીજું અમારે વળી શું કરવાનું કામ

અમે તો છૈયે બાળ ગોપાળ

નાચીએ , કૂદીએ ને કરીએ ધમાલ

અમે તો નાના નાના બાળ


Rate this content
Log in

Similar gujarati poem from Children