અમે એવા છીએ
અમે એવા છીએ
અમે એવા છીએ, અમે એવા છીએ.
તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ.
તમે અમથું જૂઓ તો અમે દઈ દઈએ સ્મિત,
તમે સૂર એક માંગો તો દઈ દઈએ ગીત,
તમે વાંસળી કહો ત્યાં અમે વૃંદાવન જઈએ,
અમે તારા બગીચાની માલણ છીએ.
તમે પગલું માંડો કે અમે થઈ જઈએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,
તમે પૂછો નહિ અમને અમે કેવા છીએ,
અમે તારા આકાશમાં પારેવા છીએ.
