અમાસ
અમાસ
અમાસની અંધારી રાતમાં તારા ટમટમાય છે,
ટમટમતા તારલા સાથે પ્રેમ ગીતો ગવાય છે.
ભૂલી જા કે આજ અમાસનું અંધારપટ છે,
કાલે ફરીથી ચાંદની ચાંદની ચમકાય છે.
દિલ જો થાય ભગ્ન તો કાયમ અમાસ છે,
લાગણીઓની ભરતીનો થતો થતો દુકાળ છે.
કોઈ જુએ નહીં એમ મિલનો અમાસમાં થાય છે,
અંધારાની ઓથે ધબકતું જીવન જીવાય છે.
દિલોની ધડકનોમાં અંધારાની અમાસ થાય છે,
રાહ જોઉં છું ક્યારે શ્વાસોના શ્વાસ ઘડાય છે.
કયામતના દિવસે પણ અમાસોની અમાસ હોય છે,
વિયોગની આખરી ઘડીએ જીવ જતાં ઘભરાય છે.
"સખી" વેદનાની કોઈ અમાસ પૂરતી ક્યાં હોય છે?
મિલનની મધુરી ક્ષણોએ ઝળહળતું મન મલકાય છે.
