STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

અમારી પણ મનમાની કરવા દે

અમારી પણ મનમાની કરવા દે

1 min
30

દિલમાં રહેલી વાતોને તું કહેવા દે,

આ આંખના અશ્રુઓને તું વહેવા દે,


ફક્ત તારું જ ધાર્યું ન કર જિંદગી,

થોડીક મારી પણ મનમાની કરવા દે,


આમ નફરત પેદા ના કર્યા કર તું દિલમાં,

થોડીક પ્રેમની મજા પણ તું માણવા દે,


એકલી પીડા અને ઉદાસી ના આપ્યા કર,

ક્યારેક ખુશીઓની પળો પણ માણવા દે,


ફક્ત પીડાઓનાં પોટલાં ના થમાવ્યા કર,

ક્યારેક આનંદનો અવસર પણ માણવા દે,


આમ જલ્દી જલ્દી હંફાવ્યા ના કર તું,

પોતાના લોકોની સંગત પણ માણવા દે,


એ જિંદગી તારું જ ધાર્યું ના કર તું,

ક્યારેક અમારી પણ મનમાની કરવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy