અલવિદા
અલવિદા
ન જોવડાવીશ વાટ તું મુજને,
ન કર નિરાશ તું મુજને,
જ્યારે તું મળવા આવીશ ત્યારે,
હુ કદી નહીં મળી શકું તુજને.
ન હવે તડપાવીશ તું મુજને,
ન તરસાવીશ તું મુજને,
જ્યારે તને ભૂલ સમજાશે ત્યારે,
હું છોડીને ચાલ્યો ગયો હોઈશ તુજને.
ન પ્રેમની આગમાં સળગાવીશ મુજને,
ન વિરહમાં ધકેલીશ તું મુજને,
જ્યારે તને અફસોસ થશે ત્યારે,
હું નફરત કરતો થઈ ગયો હોઈશ તુજને.
ન હવે ચહેરો હું દેખાડી શકીશ તુજને,
ન તું કદી જોઈ શકીશ મુજને,
જ્યારે તું મુજને શોધવા આવીશ "મુરલી",
હું અલવિદા કરી ગયો હોઈશ તુજને.

