અલગ
અલગ
રંગ બદલતા દુનિયાની રંગત છે અલગ,
આ સ્વાર્થી સંબંધોની સંગત છે અલગ,
કાંચિડાઓ પણ આશ્ચર્યજનક જોઈ છે,
રંગ બદલતા માણસોની પંગત છે અલગ.
બહારથી લીલીછમ ને સ્વાદે ખાટી છે દ્રાક્ષ,
જરૂરીયાત પ્રમાણે બદલાતી હરકત છે અલગ.
ક્ષણે ક્ષણે બદલાય છે બધાજ મનુષ્યોના રંગ,
પળે પળે થતી કાનાફૂસીની પંચાત છે અલગ.

