STORYMIRROR

Chaitanya Joshi

Classics

3  

Chaitanya Joshi

Classics

અલગ અલગ.

અલગ અલગ.

1 min
13.6K


એક શબ્દના અર્થો થતા અલગ અલગ. 

વ્યક્તિ એક સૌ સમજતા અલગ અલગ.

છોને વરસતી આપદા સરખી સઘળે,

હોય પ્રત્યેકની વ્યાકુળતા અલગ અલગ.

આવી સમાતી સરિતા સમંદર મધ્યે,

ઊતરી અંબુથી તોયે રસ્તા અલગ અલગ.

નામે એક ગામ ભૌગોલિક સામ્ય હો,

તોયે તેમાં માણસો વસતા અલગ અલગ.

સરખા લાગે માનવ માત્ર ચહેરે મહોરે, 

વસે એક ગૃહેને બુદ્ધિમત્તા અલગ અલગ.

ધારી એક લક્ષ્યને સહુ માર્ગગામી થતા,

પામવાનું પરમને તોયે જતા અલગ અલગ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics