STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

અજાણ્યા પ્રેમી

અજાણ્યા પ્રેમી

1 min
160

જેને હું કદી ઓળખાતો નથી, 

તે રોજ મારી નજરમાં આવે છે,

તિરછી નજરથી ઘાયલ કરીને તે, 

મુજને રોજ તડપાવે બનાવે છે.


રસ્તો એકલો ચાલતો હોઉં ત્યારે, 

તે અચાનક મારી સામે આવે છે, 

મધુર કોયલ જેવો સાદ કરીને તે, 

મુજને પ્રેમનો દિવાનો બનાવે છે. 


હું તેનાથી દૂર રહું છું છતાં પણ,

તે મારી સમીપ આવીને બેસે છે,

તેની સુંદરતાથી આકર્ષી મુજને તે, 

તેના મોહમાં મદહોશ બનાવે છે,


ગજબનો છે તેનો લગાવ મુજ પર, 

તે મારા દિલમાં વસવા આતુર છે,

જેનો હું કદી હતો જ નહીં "મુરલી",

હવે તેનો હોઉં તેવું મુજને લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance