STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

અજાણ્યા નગરમાં

અજાણ્યા નગરમાં

1 min
239

એક અજાણ્યું નગર મને પોતીકું લાગ્યું,

એક અજાણ્યું નગર મને દોસ્ત સમુ લાગ્યું.


જ્યાં કરી હતી મે સફરની શરૂઆત,

થઈ ગઈ એક પોતીકા સાથે મુલાકાત.


થઈ ગયા અહી મારા સપના સાકાર,

મળી ગયો મારી જિંદગીને આકાર.


મળી ગયો અહી એક દોસ્ત પુરાનો,

લાગ્યું એવું મળી ગયો કોઈ કિંમતી ખજાનો.


આપ્યો એને મને પોતાનો સુંદર સહકાર,

પાનખરમાં પણ એને આપી મને બહાર.


દૂર કરી એને મારી મુસીબતો તમામ,

કર્યા સઘળા આસાન એને મારા કામ.


અજાણ્યા નગરમાં એને ઝાલ્યો મારો હાથ,

સફળતાનાં શિખરને સર કરવા આપ્યો સંગાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy