અજાણી લાગણી
અજાણી લાગણી
દિલમાં છૂપાયેલી છે તારા પ્રેમની લાગણી કેમ કહું ?
ટેવાઈ ગઈ છું આ દર્દની પીડાથી
એ વેદના તને કેમ કહું ?
આંખોમાં છે તારા સપનાં પણ એ સાચાં પડે કે નહીં એ કેમ કહું ?
પ્રેમથી પાંગરેલી તારી લાગણીઓ
છે કે છૂટી ગઈ કેમ કહું ?
કુદરતનાં અપાર સૌંદર્યને માણીને ભૂલી હું તને એ કેમ કહું ?
ના પગ વાળીને બેઠી હું બસ તારું નામ જપ્યા કરું એ કેમ કહું ?
તું નથી સાથે પણ તારાં પ્રેમને સાથે
રાખીને પામ્યાં કરું એ કેમ કહું ?

