અહી શું મળે ?
અહી શું મળે ?
પત્થરને કોઈ ફૂટે તો અહી શું મળે ?
નસીબને જો ફૂટે અહી તો શું મળે ?
બધુજ હોવા છતાં પણ કઈ નહિ,
દિલમાં કૈક ખૂટે અહી તો શું મળે ?
હોવા છતાંય સામે ખુદા ક્યાંય નથી,
સૌની નજરો સૌને લૂંટે અહી તો શું મળે ?
હાથ આવી બાજી ને પત્તા ખુલી ગયા,
તક આવી ઘણી છૂટે અહી તો શું મળે ?
છે જમાનો ખરાબ એવું કહેવાવાળા બહુ,
સૌ આકાશે જોઈ થૂંકે અહી તો શું મળે ?
ક્યારે કોને ક્યાંક કશું અહી મળ્યું હશે,
અજાણ હું, તું કે મને અહી તો શું મળે ?
સનમ છે પરવરદિગાર અહી સૌની,
એજો થોડું જો રૂઠે અહી તો શું મળે ?
