STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

અહેસાસોનું રાજકારણ

અહેસાસોનું રાજકારણ

1 min
377

તારા સ્મિતનું કારણ બન્યું મારાં આંસુઓનું મારણ,
અંતે આ જ હતું મારી જન્મોથી અધૂરી ચાહતનું તારણ !

તારા ગુલાબી ગાલના મખમલી ખાડામાં ફસાણી જાત,
ડૂબીને આ કેવું મળ્યું આયખાની આફતનું નિવારણ !

દુઃખોની દર્દીલી પાનખર પછી આવી સુખની વસંત,
સરનામું સુખ ને સુકુનનું મળ્યું અમથું અકારણ !

મારી હયાતીમાં રાજ તારૂં થયું એકચક્રી હવે સદા,
આ તે કેવું બેબૂઝ આપણાં અહેસાસોનું રાજકારણ !

ખૂશ્બૂની જેમ હવાઓમાં સતત તારી હસ્તી અનુભવું,
જન્મો થી દઈ રહી હાથતાળી તારી જૂઠી હૈયાધારણ !

સાંભળ ધડકન ગાઈ રહી "પરમ" ગાથાની સરગમ,
તું પધારીને ઝટ પુરી કર "પાગલ" પ્રીત પારાયણ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama