STORYMIRROR

Hansa Shah

Romance

4  

Hansa Shah

Romance

અહેસાસ

અહેસાસ

1 min
350

કેવો અહેસાસ અદીઠો, આ તારા પ્રેમનો, 

અજંપે લીધો ટૂંપો, ડૂમો ભરાયો પ્રેમનો; 

રહી ના લાગણીઓ વશમાં, છે ગળાડૂબ, 

ડૂબી ગઈ કિનારે, ફના થઈ તારા પ્રેમમાં.


પ્રેમ પરવશ બેબશ મુજ જીવન નૈયા,

પિયુ મળવા, મારે હલેસાં મન ખેવૈયા ,

અશાંત ચીતમન, વિયોગ કણ કણમાં,

વસમી વેળા, દિલ તડપે તારા પ્રેમમાં.


નયને પાયા જામ પ્રેમના ભરીને પ્યાલા, 

ઉમટયા પુર, ઉછળે મોજા રોમે રોમમાં

પાગલ બની ભટકું, રટ્યા કરું નામ તારું,

બદને વ્યાપી અગનજવાળા તારા પ્રેમમાં.


છે પાગલ દિલ દીવાનું, કેમ કરું વશમાં,

હોશ ના હવાશ, ના ઊંઘ ના ભૂખ પ્યાસ,

પ્રીત પિયુને મળવા દિલ થયું બહાવરું,

માન કે ન માન, મનડું રુંધાયું તારા પ્રેમમાં.


ના કોઈ આશ ના અપેક્ષા, બસ એક તમન્ના,

ભૂલી શાન ભાન, સમાવું તારા બાહુપાશમાં,

છું ફના ન તડપાવ આમ, લઈ લે આગોશમાં,

ધર્યો પ્રેમ પ્યાલો અધરે,થવા ખાલી પ્રેમમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance