અહેસાસ
અહેસાસ
તું ત્યા હુ અહિંયા,
છતાંય સાથ સાથ,
તું ત્યા હું અહિંયા
છતાય આસપાસ,
તુ આકાશ હું ધરતી
છતાંય ક્ષિતિજે સાથસાથ,
તુ શબ્દો હું અહેસાસ,
છતાંય સાથ સાથ,
તું સૂર હુ સંગીત,
છતાંય આસપાસ,
તું ચાંદ હું ચાંદની
છતાંય સાથ સાથ,
તું જીવન હું શ્વાસ
છતાંય આસપાસ
તું ત્યા હુ અહિંયા,
છતાંય સાથ સાથ,