અધૂરપ
અધૂરપ


જન્મ થી યૌવન
સફર સુંદર
ડગ માંડ્યા યૌવન ઉપવનમાં
અજીબ અહેસાસ
રંગીન દુનિયા, મિજાજ
જાણ્યા અજાણ્યા ફેરફાર
શરીર મન
ક્યાં કોઈ જાણે?
એ તો બસ આ નવી
ઘટનાને માણે
ખૂબ સુંદર રહી
સફર મારી
આમ તો બધું જ ખૂબ સરસ
કિસ્મતથી ઓલ સેટ
ના ઘટે કઈ ના વધે
પણ યુવાની ના ઉંબરે
દસ્તક દેતી જુવાની
ક્યાં કોઈ નું સાંભળે
અચાનક એક દિવસ
તારું આગમન
મારા જીવન ને ડગ મગાવે
સમજી ના શકાય
રોકી ના શકાય એવી
લાગણી ભાવનાઓ
ઉમળકા ભેર ઉછળવા લાગી
સહસા ફેરફાર થાય
ને જે ખુશી હતી
એ વધુ રંગીન બની
પણ આ મન બે નાવમાં સવાર
ખુશી અને વિસાદ
તારા આવવાની ખુશી
ને હજી તું દુર એ દુઃખ
ખુશી થી છલોછલ
જીવન ને અધૂરપ લાગી
એક વ્યક્તિ અંગત
જે ખાસ એની ગેરહાજરી
ખલવા લાગી
તું અને તું જ માત્ર
મારી આ અધૂરપ
પૂરી કરે એ આશ જાગી
બધું તો હતું
તો પણ ખાલી ખાલી હતું
તારા આસપાસ આ
દુનિયા ચણવા લાગી
ઈચ્છાઓ અને અરમાનો ને
સજાવી સતત તારામય
હું આ અધૂરપ ને
પાળવા લાગી
આ અધૂરી તો પૂરી
ત્યારે જ થાય જો
તું હાથમાં હાથ
શ્વાસમાં શ્વાસ ભેળવે
એક જ ઈચ્છા બસ
સળવળે આ અધૂરપ
પૂરી કરવા ને તલપ લાગી
મને તો તારી
અધૂરપ લાગી!