અધૂરપ
અધૂરપ
થોડો પ્રેમ છે ને થોડી નફરત છે,
પણ મને હજી તારી સાથે ચાહત છે.
કેમ કરી શકું હું તને નજરઅંદાજ,
તું છે તો થોડી મને પણ રાહત છે.
વર્ષો થી કરું છું તારા આવવાની પ્રતીક્ષા,
એક નાની જ તારી સાથે મને શિકાયત છે.
સપના તો જોઉં છું સદાય તારી સાથે રહેવાના,
પણ આપણી વચ્ચેની આ જુદાઈ શાશ્વત છે.
જીવનના દરેક શ્વાસ પર ખૂટે છે કંઈક,
શોધ્યું મારામાં તો તારી મહોબ્બતની અધૂરપ છે.