અધૂરી ઈચ્છા
અધૂરી ઈચ્છા
નજર તેની વેદક હતી, મુજને ઘાયલ બનાવી ગઈ,
નજરના જામ છલકાઈને મુજને, તરબતર કરી ગઈ.
ચેહરો તેનો સુંદર હતો, મુજને મોહિત બનાવી ગઈ,
રાતભર તેના જ વિચારોના, ઉંડાણમાં ડૂબાડી ગઈ.
વાટ જોયા કરતો હતો હું, મુજને નિરાશ બનાવી ગઈ,
નયનોનો જાદૂ ચલાવી મુજ પર, દીવાનો બનાવી ગઈ.
સપનામાં તેનો ચહેરો દેખાડીને, મારી ઉંઘ ઉડાડી ગઈ,
તેને પાછળ દોડી ગયો તો, તે હવાની જેમ સરકી ગઈ.
પ્રેમની ગઝલ લખવી હતી મારે, હવે અધૂરી રહી ગઈ,
"મુરલી" ગઝલ લખવા કલમ પણ, નિરાશ બની ગઈ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

