અધૂરા અરમાન
અધૂરા અરમાન
કંઈ કેટલાય અરમાન અધૂરા રહી ગયા,
નારી જીવનનાં સ્વમાન હણાઈ ગયા,
ઊડવા મળ્યું ગગન ત્યાં પાંખો કપાઈ ગઈ,
મળી દૃષ્ટિ જગને જોવા ત્યાં તો,
પરિવારના પીંજરામાં કેદ થઈ ગયા,
મળી જ્યારે આઝાદી ત્યારે ઊડવાનું જ ભૂલી ગયા,
આશા બધી આંસુ બની વહી ગઈ,
જિંદગી પણ આમ હાથમાંથી સરકી ગઈ,
બસ અરમાનો બળીને ભસ્મ થયા,
જીવતી રહી ગઈ એક લાશ,
ક્યાં રહી હવે કોઈ આશ ?
