અઢી અક્ષરમાં
અઢી અક્ષરમાં


અઢી અક્ષરમાં રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે
હું ને તું માં દુનિયા સમાણી
લખશું પ્રેમની મધુર કહાણી
ગમે મને હોળીના વાવડ
રંગ ભરી પીચકારી મોરી
છોડી શરમ ને રંગી ચોળી
શુભારંભી મેં પ્રેમ કહાણી
હું ને તું માં દુનિયા સમાણી
લખ્યો કાગળ નજરથી પહેલો
દીધો; હોઠે હસતો જવાબ વહેલો
ને છલક્યો પ્રેમનો હૈયે ઠેલો
ગુલાબી ગાલમાં જઈ રમતા અમે
નજર રમાડે ત્યાં રમતા તમે
કોઈને દે સંદેશા વાદળ
કોઈ દોડે ફૂલોની પાછળ
સ્નેહ સ્પંદનમાં ઝૂલતા અમે
વાંસળીના સૂરમાં પૂરાયા અમે
અઢી અક્ષરમાં રમાડ્યા તમે (૨)