અઢી અક્ષર પ્રેમના
અઢી અક્ષર પ્રેમના


પ્રેમનું દરેક સ્વરૂપ છે, પાવન, પ્રેમ જિંદગીનું વરદાન છે,
અઢી અક્ષર પ્રેમના સમજે એ જ સાચો વિદ્વાન છે,
પતિ-પત્નીનો પ્રેમ પ્રસરેલ હોય છે, જિંદગીની આરપાર
બેમાંથી એક બાદ થાય તો બને શૂન્ય, બંને એકબીજાની જાન છે,
માતા-પુત્ર અને પિતા-પુત્રીનો પ્રેમ છે, જગમાં સહુથી પાવન,
પ્રેમની દુનિયામાં આ સંબંધ સહુથી જાજરમાન છે,
આગવો પ્રેમ હોય છે, ભાઇ-બહેન અને બહેન-બહેનના સંબંધોમાં
પ્રેમની દુનિયામાં આ સંબંધ, સંબંધોનું બહુમાન છે,
મિત્રોના પ્રેમની વાત છે, ન્યારી, મિત્રતા હોય છે, સહુથી પ્યારી
મિત્રતા આપે જિંદગીની દરેક સમસ્યામાં સમાધાન છે,
પ્રેમ મળી રહે છે, ચારેબાજુ, પ્રેમની ક્યાં કોઇ સીમા છે,
પાળેલા પ્રાણીઓ સાથેનો પ્રેમ પણ નિષ્ઠાવાન છે,
બધા પ્રેમોનું સંગમ થાય છે, પરવરદિગારમાં
ભક્ત અને પ્રભુનો પ્રેમ, દરેક પ્રેમનો અનુસંધાન છે.