અદભુત સર્જન
અદભુત સર્જન
ઈશ્વરનું અદભુત સર્જન છે સ્ત્રી,
લાગણી ને શક્તિનો સંગમ છે સ્ત્રી.
કોમલાંગી છતાં પણ છે સશકત એ,
તર્ક વિતર્કની સમજથી પરે છે સ્ત્રી.
નવ જીવનની સર્જનહાર છે એ,
તો ઘર ઘરની અન્નપૂર્ણા છે સ્ત્રી.
સહનશીલતાની અનોખી મુરત છે એ,
સમર્પણની અનોખી મિસાલ છે સ્ત્રી.
કંઈ કેટલાય રહસ્ય છુપાવતી એ,
તોય માયાળુ ને પ્રેમાળ છે સ્ત્રી.
જન્મજાત ઘરને પાછળ છોડીને એ,
બે કુળની તારણહાર બને છે સ્ત્રી.
