STORYMIRROR

Umesh Tamse

Inspirational Others

3  

Umesh Tamse

Inspirational Others

અદા આપણી

અદા આપણી

1 min
26.8K


જીવનમાં મટી ગઇ વફા આપણી,

ને બદલાઇ ગઇ છે અદા આપણી.

પતી ગઇ છે આજે રજા આપણી,

ફરી લો વધી આપદા આપણી.

ને તોડી નથી લાગણી કોઇની,

શે બગડી ગઈ છે દશા આપણી ?

કદી પણ સમયની કદર ના કરી,

શરૂ થઇ ગઈ છે સજા આપણી.

ફિકર આવતીકાલની બહુ કરી,

મરી ગઇ છે આજે મજા આપણી.

ના સમજી શક્યા એમની લાગણી,

જીવનમાં થઈ આ ખતા આપણી.

કરે માનવી પાપ સઘળા અહીં,

નથી ખુશ હવે આ ધરા આપણી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational