અચરજ
અચરજ
આ બધી મગજમારી શું છે ? મને અચરજ છે,
સ્થિતિ કોણે આ સર્જી છે ? મને અચરજ છે.
મનમાં વ્યાકુળતા અને, આંખોમાં અચરજ છે,
ઈન્તજાર કોનો છે અહીં ? મને અચરજ છે.
રોજની ભાગદોડ ભરી આ જીંદગીમા,
શાંતિ ક્યારે મળશે મને અચરજ છે.
સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં,
નિ:સ્વાર્થ માણસો ક્યારે મળશે મને અચરજ છે.
જમાવીને કેવો અડંગો બેઠી છે જુઓ ઘરમાં,
ઉદાસી કયાંથી આવે છે મને અચરજ છે.
ભાવના ઉપાધિઓ કેટલી છે આપણી વચ્ચે,
દુઃખની છે કે ઈર્ષાની એ અચરજ છે.