STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

અબોલા

અબોલા

1 min
26.4K


આમ અબોલા ઝાઝો સમય રખાય નહિ,

જબાનની વાત મનમાં કૈં સચવાય નહિ,


નબળી ક્ષણોએ વૈખરી વદી ના નૈ એની,

એનાથી લૈ રુસણાં પારકાં ગણાય નહિ,


નથી અસ્થિ જીભને એ છે હકીકત ખરી,

તોયે એવું જ હશે મનમાં એમ મનાય નહિ,


આપણે સાતભવના એકરાર સપ્તપદીના,

વાતવાતમાં રીસાયને મન આળું કરાય નહિ,


લ્યો કરું શરુઆત હું બોલવાની મારા થકી,

પ્રતિઉત્તરે આટલી ધીરજ મારાથી ધરાય નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama