STORYMIRROR

Rekha Shukla

Drama Tragedy

3  

Rekha Shukla

Drama Tragedy

અબોલા

અબોલા

1 min
123

અબોલા તજીને ફરી વાત કરીએ, આપણો વાંક ભૂલી જઈએ

અધૂરી રહી તે મુલાકાત કરીએ, ખાનગી રે વાત રૂબરૂ કરીએ,


હશે ભૂલ મારી, કદી ક્યાંક તારી, રમત શતરંજ પાસા ફેંકીએ

કરી માફ દિલથી કબૂલાત કરીએ,અહમ ફેંકી ને સુલેહ કરીએ


વીતી વાત વાગોળવાથી મળે શું ? ચલને ભાઈ હવે મળીએ 

નવેથી હવે ચલ શરૂઆત કરીએ, જાગ્યાં સ્વપ્ન પૂરા કરીંએ


નસીબે હતાં ઝૂંટવી જે લીધાં તે, પળ પળના સરવાળા કરીએ

સુગંધી ક્ષણોની વસૂલાત કરીએ, હસીને દિવસો વસૂલ કરીએ


રહે અંતરે દીપક ઝળહળ નિરંતર, પ્રેમની જયોત પ્રગટ કરીએ

પ્રણયથી જ ઉજળી હવે રાત કરીએ, ઉમંગમાં હરખ ભરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama