STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Tragedy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Tragedy

અભિવ્યક્તિના અણસાર

અભિવ્યક્તિના અણસાર

1 min
27.2K


રાતના પાછલા પ્રહરના ગર્ભમાં આવનારી સવાર જોઈ લે,

પાનખરમાં સુતેલા અણસારમાં ભવિષ્યની બહાર જોઈ લે.


ના છેતરાઇશ દોસ્ત મારી આ જૂઠી મુસ્કુરાહટથી હવે પછી,

ક્યારેક તો મારી પીઠને ખુલ્લી કરીને પ્રેમનાં પ્રહાર જોઈ લે.


જે દેખાય છે એમાં બેકરારી સિવાય કશું જ નથી મળવાનું,

ક્યારેક તો બંધ અંતર આંખોએ અદ્રશ્યમાં કરાર જોઈ લે.


ઉંમરનો સરવાળો કરીને હમણાં અંતનો વિચાર જ ન કર,

હાથમાં છે તે રૂડાં વર્તમાન ક્ષણની સાચી શરૂઆત જોઈ લે.


સુફિયાણી વાતો તો જાણે લોખંડને જેમ સોનાનો જૂઠો ઢોળ,

સંબંધ બંધાય તે પહેલા જ શક્યતાની એક દરાર જોઈ લે.


ગરિમા ગ્રીષ્મની અકળાવી ગઈ અમથી અકાળે તો શું થયું,

સંધ્યા પછી સિતારાની સભામાં ચાંદનીની ચકચાર જોઈ લે.


એક ટીપાંને તરસે સમંદરમાં તરંગોના અનેક કાફલાઓ,

અને હવે રેગિસ્તાનની ક્ષિતિજે મૃગજળની વણઝાર જોઈ લે.


પૂર્ણ રૂપે "પરમ" પ્રગટી રહ્યો હોય જો પલ પલ મુજ મહીં,

તો મારા "પાગલ"પનની અભિવ્યક્તિના અણસાર જોઈ લે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational