STORYMIRROR

Chhaya Shah

Inspirational

4  

Chhaya Shah

Inspirational

અભિમાન એક સ્ત્રીનું

અભિમાન એક સ્ત્રીનું

1 min
398

અભિમાન છે કે હું એક સ્ત્રી છું,

મારા નાનકડા રસોઈઘરની,

હું વિજ્ઞાન શાસ્ત્રી છું,

ઘરની આવક જાવકને સંભાળી શકું, 

એવી એક અથૅશાસ્ત્રી છું,

અભિમાન છે કે હું એક સ્ત્રી છું.


નિતનવી રીતે ઘર સજાવી શકું,

એવી એક કલાકાર છું,

હરેકની અદાકારી સમજી શકું,

એવી એક અદાકાર છું,

પરિવારને સમજી લઈ શકું,

એવી એક મનોવૈજ્ઞાનિક છું,

અભિમાન છે કે હું એક સ્ત્રી છું.


સમાજમાં માન-સન્માન જાળવી શકું,

એવી એક સમાજશાસ્ત્રી છું,

યોગ પ્રયોગ અપનાવી શકું,

એવી એક યોગશાસ્ત્રી છું,

અભિમાન છે કે હું એક સ્ત્રી છું.


હું અબળા નહી, પણ સબળા છું,

હરક્ષેત્રમાં ઝંપલાવી શકું,

એવી એક મહિલા છું,

પુરુષોની સમોવડી ઉભી રહી શકું,

એવી એક નારી છું,

અભિમાન છે કે હું એક સ્ત્રી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational