અભિલાષા
અભિલાષા
છોડમાં રણછોડને ભાળે ભલી એવી નજર ક્યાં !
મૂર્તિમાં માધવ વસેલો છે મને એની ખબર ક્યાં !
જેમ વસ્ત્રોમાં શરીર હો એમ છું હું આ જગતમાં,
હર હ્રદયે બેઠો છે ઇશ્વર આ સમજ કેરો ઉત્તર ક્યાં !
સૌ કહે છે પણ કરે છે કોણ, મતલબી દુનિયામાં,
ઝેર પીનારા મળ્યા, પીનાર સૌ ભોળા શંકર ક્યાં !
પાર્થ ભૂલે રાહ ને હેઠે મુકે એ તીર કામઠું,
ઊઠ ઊભો થા કહે, એ કૃષ્ણ જેવા રાહબર ક્યાં !
માંગવા પડશે ખુમારીના હિસાબો બાગ પાસે !
આ વિચારોની સુવાસ ભરે અહિં એવા અત્તર ક્યાં !
પાળિયા જેવા બની હર કોઇ ચાહે છે પુજાવા,
આ "જગત" પણ યાદ કરવા ચાહશે, એવી કબર ક્યાં !
