STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational

4  

Neha Patel ***નેહ***

Inspirational

અભિલાષ

અભિલાષ

1 min
189

બની પતંગિયું ફૂલડે વિહરવું,

ચૂસી મધુરસ આનંદિત થાવું,


માણી ઈશની કલા, રંગીન કાય પહેરૂં,

છે અભિલાષ ! આ મનને રીઝવવું,


બની પંખી ઊંચેે આભે ઊડવુું,

કરી મીંઠો કલરવ, સૂર રેલાવવું,


ફફડાવી પાંખો અસીમિત બનવું,

છે અભિલાષ ! આ મનને રીઝવવું,


બની ઘંટ મંદિરતણો વાગવું,

ઊઠી વહેલો ઈશને યાદ કરવું,


ભરી ઊર્જા અવાજમાં, જનોને ઊઠાડવું,

છે અભિલાષ ! આ મનને રીઝવવું,


બની વરસાદ આ ધરાને ભીંજવું,

ભળી માટીમાં મીઠી સુગંધ ફેલાવુું,


વરસી અહીં, ખેડૂનાંં હૈયાને અંકુરૂં, 

છે અભિલાષ! આ મનને રીઝવવું,


બની કલાકાર, સૃષ્ટિમાંં રંગો પૂરાવું,

ભરી નવીન રંગો કુદરતમાં ઉભરાવુું,


કરી કલા અનોખી, પ્રકૃતિ શણગારૂં,

છે અભિલાષ ! આ મનને રીઝવવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational