અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ
અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ


હે પરમ કૃપાળુ કેમ તારા વખાણ કરું કે કઈ રીતે કરું તુજ ને સલામ,
ધન્ય થયો આ ભારત દેશ જેને આપ્યા તે સર અબ્દુલ કલામ,
સાયકલથી શરૂઆત કરી તમે અવકાશ જવાની તૈયારી,
કેવો હતો એ જુસ્સો ને કેવી હતી એ ખુમારી,
સરળતા સાહસ ને મેહનતથી કરાવ્યું વિશ્વને જ્ઞાન,
લક્ષ્યને ધૈર્ય હોય તો શું ના કરી શકે વિજ્ઞાન,
સાદગીનો તમે માર્ગ બતાવ્યો કર્યું રોશન ભારતનું નામ,
બાળકો યુવા કે હોય ઘરડો માણસ સૌ લે બસ તમારું નામ,
સપના જોવાનું તમે શીખવાડ્યું,
પોતાના પર વિશ્વાસ રાખવાનું તમે સમજાવ્યું,
તમે જ ભારતની શાન છો તમે જ છો ભારતની ઓળખાણ,
ના જન્મ્યો છે ના જન્મશે તમારા જેવો હવે કોઈ પરુષ મહાન,
મેહનત ને હિંમતનો મંત્ર આપનારા તમને મારા સલામ,
શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તમે સર અબ્દુલ કલામ.