STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

આવ્યા શરણે આજ તમારા

આવ્યા શરણે આજ તમારા

1 min
386


આવ્યા શરણે આજ તમારા.

આ અવનીમાં તમારા વિના સાચા કોણ અમારા ? આવ્યા.

કોણ સ્વજન સંરક્ષક જીવન પ્રાણ પુરાતન પ્યારા,

અધમોદ્ધારક શાંતિપ્રદાયક નરરૂપ છતાં ન્યારા... આવ્યા.

સરિતા સાગર વિના વહે કયાં, શિખા તજી કયાં દીપ,

પરિમલ છોડી પુષ્પ જાય કયાં, તોડી ન શકે પ્રીત;

મેઘબિંદુ મેઘ વિના ન ટકે, સઘળે એવી રીત,

જીવ જાય કયાં ત્યાગી તમને, જપે તમારી માળા... આવ્યા.

મૂશળધાર મેઘ વરસે છે, ચપલાના ચમકારા,

વાવાઝોડાં વિષમય વાયે, પ્રકાશ ખૂટ્યા સારા;

કૃપા કિરણ રેલી દૂર કરો અનંત આ અંધારાં ... આવ્યા.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 


Rate this content
Log in

Similar gujarati poem from Classics