STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

આવોને એકલતા ઘૂંટીએ

આવોને એકલતા ઘૂંટીએ

1 min
44

આવોને   એકલતા   ઘૂંટીએ…

 

ભૂલીને ભાંજગડ, ઓઢું હું ભોળપણ

વિસરી  કોલાહલ, ઝંખું હું પલપલ

ખૂલ્લા આકાશ નીચે ઝૂમીએ

આવોને   એકલતા   ઘૂંટીએ

 

ગગનનું છત આ, અડોઅડ ને દૂર

વગડાને   કંદરા,  કલરવના  નૂર

વરસતા આભલાને ઝીલીએ

આવોને   એકલતા   ઘૂંટીએ

 

મધુ  વસંતીના  વાયરાના  ડાયરા

મનડાના ઓરતા, ઝરણાંના ઠૂમકા

કુદરતની  મસ્તીમાં  ડૂબીએ

આવોને   એકલતા   ઘૂંટીએ

 

નફરતને ઢોળી, હૈયાં હીંચોળી

ધરણ  ધરતું  ઉમંગોની ઝોળી

વ્હાલનાં વધામણાં વલોવીએ

આવોને    એકલતા   ઘૂંટીએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational