Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Romance Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Romance Inspirational

આવો એકલતાને ઘૂંટીએ

આવો એકલતાને ઘૂંટીએ

1 min
249


ભૂલીને ભાંજગડ, ઓઢું હું ભોળપણ,

વિસરી કોલાહલ, ઝંખું હું પલપલ,

ખૂલ્લા આકાશ નીચે ઝૂમીએ,

આવોને એકલતા ઘૂંટીએ.

 

ગગનનું છત આ, અડોઅડ ને દૂર,

વગડાને કંદરા, કલરવના નૂર,

વરસતા આભલાને ઝીલીએ,

આવોને એકલતા ઘૂંટીએ.,

 

મધુ વસંતીના વાયરાના ડાયરા,

મનડાના ઓરતા, ઝરણાંના ઠૂમકા,

કુદરતની મસ્તીમાં ડૂબીએ,

આવોને એકલતા ઘૂંટીએ.

 

નફરતને ઢોળી, હૈયાં હીંચોળી,

ધરણ ધરતું ઉમંગોની ઝોળી,

વ્હાલનાં વધામણાં વલોવીએ,

આવોને  એકલતા ઘૂંટીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance