આવને મળવા કાન કાળા
આવને મળવા કાન કાળા
કાજળ ભરી આંખોને કેશ ગૂંથેલ સુંવાળા,
ભજનનો ભરી દો છલકતો પ્યાલો મારો દયાળા.
તરસ લાગી તુજને મનભર એકટશે જોવાની,
સાકી બની પીરસ શરાબી વેણ વાંસળીવાળા.
નથી હું મીરાં, રાધા, ગોપી કે નરસિંહ મહેતા,
સ્વયંને ભૂલી ગયો જેમ ભાન ભૂલે શરાબી માણાં.
શરાબ કેવી ? કોને ખબર ! ન રંગ સુધ્ધાં ભળ્યો મેં,
પણ તારાથી નથી નશીલું કોઈ, જાણી લીધું ગોપાળા.
અરજ કરે છે દાસ 'બંદગી' ચરણ ગ્રહીને તારા,
એકવાર તું આવને મળવા, તરસ બુઝાવ કાન કાળા.
* માણાં - માણસો

