STORYMIRROR

Kalpesh Vyas

Children

3  

Kalpesh Vyas

Children

આવજો શિયાળાભાઈ

આવજો શિયાળાભાઈ

1 min
455


હું મારા ઘરે હવે જાવ છું પાછો

તમે ધ્યાન પોતાનું રાખજો

હું યાદો તમારી સાથે લઈ જઉં છું

મારી યાદો સાચવી રાખજો


રબીપાકની ભેટ આપું છું

દિલથી એને સ્વિકારજો

ઊનાળાભાઈ આવી રહ્યા છે

મોટા મનથી એમને આવકારજો


હવે ઊની કપડાને પડતા મુકી

કૉટનના કપડા તમે પહેરજો

ફૂલ એસી અને ફાસ્ટ પંખા રાખી

ઠંડક મેળવતા હવે રહેજો


ચાર મહિનાની મારી પરમિટ પુરી થઈ

મોટા મનથી વિદાય મને આપજો

આવતા વર્ષે સત્વરે હું આવીશ

આ વર્ષે આગ્રહ ના રાખશો


ફળફળાદીનાં બી સાચવીને,

ઝાડ તમે નવા વાવજો

ઘરે જવાનું મન તો નથી

છતાએ 'ચાલો હવે આવજો !'


Rate this content
Log in

Similar gujarati poem from Children