STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

આઝાદી મોંઘા મૂલની

આઝાદી મોંઘા મૂલની

1 min
19

એવા ખુશીના દિવસો ભારતમાં આવ્યા

આવ્યા છે આઝાદીના દિન રે

  ભારતવાસી આપણે આઝાદી મળી મોંઘા મૂલની...!


દેશને કાજે સંગ્રામ આદર્યા

દીધા છે કંઈ પ્રાણના બલિદાન રે

   ભારતવાસી આપણે આઝાદી મળી મોંઘા મૂલની...!


વીરો અનેક શહીદ બન્યા

દીધા છે કંઈ પુત્રના બલિદાન રે

    ભારતવાસી આપણે આઝાદી મળી મોંઘા મૂલની...!


સામી છાતીએ ઠેરઠેર લડ્યા

કંઈકને ઉતાર્યા મોતને ઘાટ રે

ભારતવાસી આપણે આઝાદી મળી મોંઘા મૂલની...!


અનેક આંદોલન આપણે કર્યા

જેલમાં થયા છે ઉપવાસ રે

   ભારતવાસી આપણે આઝાદી મળી મોંઘા મૂલની...!


રંગભેદના શિકાર બનાવ્યા

અધવચ્ચે છોડ્યા છે મારગ રે

   ભારતવાસી આપણે આઝાદી મળી મોંઘા મૂલની...!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy