માં…..
માં…..
ઢંઢોળી સ્મૃતિ …
પ્રેરણામૂર્તિ એ પ્રોત્સાહનોની ,
અગણિત છે ઉપકાર તેના ,
મનડાના મંદિરમાં હતા હેતનાં હિંચકા ,
અંતર ની ઊર્મિ થી છાંટયાતા ,
એણે એ છાંટણા ,
યાદ કરું હું આજે એ વાત ,
આંખે થાય ભરપૂર જળ જમનાના ,
આંગણે આવી ઊભા રહે કોઈ ,
અવસરમાં પડતા અભાવની ,
છે તે માં વિનાની સુની ,
પિયર વાટ તમારી….
માં તે માં બીજા બધા વગડાનાં વા ,
રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕
