STORYMIRROR

nidhi nihan

Romance Tragedy Others

3  

nidhi nihan

Romance Tragedy Others

આવી તારી યાદ

આવી તારી યાદ

1 min
186

તારી યાદોની એક લહેર મને સ્પર્શે છે રોજ,

ભૂલવાના પ્રયાસોએ મનમાં પાંગરે છે બોજ,


ઊડીને આવતી હવા તને અડકીને કહેતી નથી ?

મારા હૃદયનું રુદન ચારેકોર કરે છે તારી ખોજ,


તને સોંપેલ મોરપંખમાં સોડમ છે મારા સ્નેહની,

કોઈ દા'ડો પહોંચતી નથી શું એ મહેકની ફોજ‌ ?


બોલી ઊઠે છે આતમ બનીને પતંગિયું ઊડી જા,

તારા પ્રિયતમનો આ જન્મે ભેટો થશે તને તોજ,


કેમ કરી સમજાવું ઉછળે છે લાગણી દરિયો મહી,

સાંજ પ્રાથે ઈશને એકાદ મુલાકાત પ્રિયે સંગ યોજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance