આવી દિવાળી
આવી દિવાળી
કોઈના ઘેર હોળી તો કોઈના ઘેર દિવાળી,
તહેવારો ભલે એક પણ ઉજવણી અનેરી !
ચાલો, એક વર્ષ પૂર્ણ થતાની ઉજવીએ દિવાળી,
કોઈને ત્યાં જૂના કપડાનો ફેંકાય છે ઢગ,
એ જ કપડાં કોઈના ચહેરાનો બને છે રંગ !
જૂના વિચારો મૂકી નવીન કરીએ શરૂઆત સંગ
ચલો, ભૂલી મનદુઃખ ઉજવીએ દિવાળી,
ક્યાંક ખરીદાય છે સોનાના શકનની,
તો ક્યાંક વેચીને ભંગાર ખરીદાય મિષ્ટાન !
બધું છતાં ક્યાંક લાગે છે કશુંક અધુરપ,
ચલો, સંતોષના દીવડા પ્રગટાવી ઉજવીએ દિવાળી,
આંગણે રંગોની કરીએ રંગોળી ફરી ફરી,
કુત્રિમ લાઇટની ફરી સજાવટ મે કરી
માટીના દીવડા ક્યાંક ગયા સંતાઈ,
ચલો, મન દુઃખના અંધાર કરીએ દૂર ફરી.
