આવી આવી નોરતાની
આવી આવી નોરતાની
આવી આવી નોરતાની રાતડી
માં ના નવલા નોરતાની રાતડી,
મેં તો રંગબેરંગી ફૂલો મંગાવ્યા
ફૂલોના હારલા બંધાવ્યા રે
માતાને હારલા ચડાવો રે
આવી આવી.......
મેં તો નવ નવ દીવડાથી થાળી સજાવી
એમાં દીવડા પ્રગટાવ્યા રે
માં ની આરતી ઉતારું રે....
આવી આવી...
મેં તો બત્રીસ જાતનાં ભોજન બનાવ્યાં
હૈયાના હેતથી પીરસ્યા રે
માતાને હેતે જમાડું રે
આવી આવી....
મેં તો રંગબેરંગી આસન બિછાવ્યા
એમાં નવ નવ સાથિયા પૂરાવ્યા રે
માતાને હૈયામાં બેસાડું રે
આવી આવી.
