STORYMIRROR

Nita Patel

Romance

3  

Nita Patel

Romance

આવે છે

આવે છે

1 min
28.2K


વિરહ ચારેતરફ બંધાય ને વરસાદ આવે છે,

સ્મરણ થોડું મને સમજાય ને વરસાદ આવે છે.

હજારો વર્ષ જૂના છે અહીં ભીતર જે ભંડારો,

ફરીથી એ સમય વિંજાય ને વરસાદ આવે છે.

પડ્યા જખમો પ્રણયના ચીતરેલા વીસ દરવાજો,

પ્રથમ તે ગમ અહીં રૂંધાય ને વરસાદ આવે છે.

   

વહે છે પુર ભક્તોના જ ભાદરવી પૂનમ સુધી,

ખુદાથી દર્દ અટકી જાય ને વરસાદ આવે છે.

 

નજર તે શું ? મિલાવી કૈ અહીં હેયું છુપાવે છે,

ફરીથી તે મિલન સરજાય ને વરસાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance