STORYMIRROR

Tanvi Tandel

Children Inspirational

3  

Tanvi Tandel

Children Inspirational

આવ સખી

આવ સખી

1 min
467


યાદ છે તને એ અલ્ડડતાના દિવસો સખી ?

ઢીંગલી ને પાંચીકા સાથે ઘર ઘર રમવાનું,


એકબીજા પર કરીને ખોટે ખોટી દાદાગીરી,

રોજ ઝઘડીને એકબીજા સાથે જ રહેવાનું.


કેમ કરી વર્ણવું શબ્દોમાં તારું મહત્વ સખી,

જીવનનો અતિ મૂલ્યવાન સંબંધ છે તું સખી !


યાદ છે તને એ મધુરપભર્યા દિવસો સખી ?

અઢળક સાજ સજી ફૂલો જેમ મ્હેકવાનું.


બેફિકરાઈથી મનગમતા આકાશે વિહરવાનું

હિંચકે ઝૂલી કલાકો નિરાંતે વાતો કરવાનું.


વગર કહ્યે એકબીજાની અંતરની વાતો કેવી સમજાઈ જતી ને ?

કેમ કરી વર્ણવું શબ્દોમાં તારું મહત્વ સખી.


હૈયાના પ્રેમભર્યા ટુકડામાં સમાઈ છે તું સખી !

આજે, સાચુકલું ઘર ઘર રમતા રમતા,

જોજનો દૂર પહોંચી ગયા સખી


આપણો સંબંધ એવો જ લીલોછમ છતાં મળી શકતા નથી

સમયની ઉણપ સ્નેહ પર વર્તાય એ પહેલાં,

આવ સખી મૈત્રીના દિવસો સજીવન કરી મળી લઈએ.


બે ઘડી બેસી તારી ને મારી વાત કરી લઈએ.

ભૂતકાળમાં જીવાએલી જિંદગી ફરી માણી લઈએ.

એકબીજાનો હ્ર્દય ભાર વહેંચી થોડો હળવા થઈએ.

આવ સખી, એકવાર મળવા.


Rate this content
Log in

Similar gujarati poem from Children