આટલું કરી જૂઓ
આટલું કરી જૂઓ


દર્પણની સામે શાંતિથી ઊભા રહી તો જુઓ,
તમારા પ્રતિબિંબને ધ્યાનથી નિરખી તો જુઓ.
તમ બોલતી આંખોને તમે નિરખી તો જુઓ,
તમ આંખોની ભાષાનો તરજૂમો કરી તો જુઓ.
તમ ચેહેરાના હાવભાવને તમે નિરખી તો જુઓ,
તમ મધૂર હોંઠોને જોઈને તમે મલકી તો જુઓ.
મનમાં ને મનમાં જ ખુદને કંઈક કહી તો જુઓ,
અરે ! પોતાનાજ પ્રેમમાં તમે પોતે પડી તો જુઓ.