આત્મસન્માન
આત્મસન્માન
મનમાં કંઈ પણ ખરાબ તું ધારીશ નહિ,
કરું છું ખૂબ પ્રેમ તને, કોઈ સાજીશ નહિ.
તને મારો વ્હાલ, પ્રેમ નાપસંદ આવે તો,
છોડી દે પણ દિલમાં ખંજર મારીશ નહિ.
પ્રેમમાં ગાંડી છે સમજી વિષ ના આપતો,
નથી હું મીરાં યાદ રાખજે તું બચીશ નહિ.
પ્રેમમાં શ્વાસ ને વિશ્વાસ બંને મરી ગયા છે,
નથી તારા પર હવે કોઈ બોજ તું હાંફીશ નહિ.

