તારા થકી હું છું
તારા થકી હું છું
પ્રેમનું પ્રતીક ગુલાબ ગુલાબ લાવી છું,
તારા માટે મહેકતો હું બાગ લાવી છું,
તારા માટે પ્રેમથી ભરપૂર એક ક્ષણ ક્ષણ લાવી છું,
એક પ્રેમથી છલોછલ હૈયું લાવી છું,
તારલિયા મઢેલી રાત લાવી છું,
તારા માટે પ્રેમનું આખું આકાશ લાવી છું,
તારા વિરાન રણ જેવી જિંદગીમાં પ્રેમનું ઝરણું લાવી છું,
તૃપ્ત કરવા તને પ્રેમનો આખો દરિયો લઈને આવી છું,
તું છે તો હું છું,
તારા થકી હું છું.

