હું છું કારણ તું છે
હું છું કારણ તું છે
હું છું કારણ છે તું
પતંગ બની અનંત આકાશમાં ઉડી રહી છું
કારણ કે મારી ડોર છે તું
જ્યોત બની ઝગમગ ઝળહળી રહી છું
કારણ કે મારી વાટ છે તું
અંધારી રાત્રિ માં પણ હૈયે ડર નથી
મારો ચાંદ છે તું
જીવન રાહ પર ભ્રમિત થવાનો કોઈ ડર નથી
કેમ કે મારો ભોમિયો છે તું
સુંદર છે મારું જીવનનું સંગીત
કેમ કે સુર અને તાલ છે તું
પાનખરનો મને ડર નથી
કેમ કે હર પળે વસંત લાવે છે તું
મૃત્યુનો મને ડર નથી
કેમ કે મારી હરેક ક્ષણમાં સાથે છે તું
હું છું કારણ છે તું

