રહી જિંદગી તો
રહી જિંદગી તો
રહી જિંદગી તો પળવાર મળીશું
રહી જિંદગી તો ક્ષણવાર થભીશું
રહી જિંદગી તો સમયને સાચવીશું
રહી જિંદગી તો વાતને વાગોળીશું
રહી જિંદગી તો તમને સમજીશું
રહી જિંદગી તો મનને માણશું
રહી જિંદગી તો યાદોને આવકારશું
રહી જિંદગી તો સ્મિતને શણગારશું
રહી જિંદગી તો રીતને નિભાવીશું
રહી જિંદગી તો મિતને મળશું

